- કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ સોળમા(XVI)na પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે 2 જાન્યુઆરી 2023ના રોજ તેમના સેન્ટ પીટર્સ બેસિલિકામાં મૂકવામાં આવશે અને 5 જાન્યુઆરીએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- પોપ એમેરિટસ બેનેડિક્ટ વેટિકનમાં 16મા પોપ છે અને જર્મન ધર્મશાસ્ત્રી પણ છે.
- તેઓ લગભગ 25 વર્ષ સુધી, કાર્ડિનલ જોસેફ તરીકે, બેનેડિક્ટ વેટિકનના સૈદ્ધાંતિક કાર્યાલયના શક્તિશાળી વડા તરીકે કાર્યરત હતા. તેઓ બેનેડિક્ટ 19 એપ્રિલ, 2005 ના રોજ પોપ તરીકે ચૂંટાયા તેઓએ પોપ જોન પોલ ll નું સ્થાન લઈ 27 વર્ષ સુધી શાસન કર્યુ.
- પોપ બેનેડિક્ટે 2013માં પદ પરથી રાજીનામું આપ્યું હતું. અગાઉ પોપ ગ્રેગરી XIIએ વર્ષ 1415માં પદ પરથી રાજીનામું આપ્યું હતું. આમ, લગભગ 600 વર્ષના ઈતિહાસમાં પોપપદમાંથી રાજીનામું આપનારા તેઓ પ્રથમ પોપ હતા.