- આ ભારતીયોમાં ગૌતમ અદાણી, શિવ નાદાર 70માં અને અશોક સુતા 80માં સ્થાને છે.
- ફોર્બ્સ દ્વારા એશિયા-પેસિફિક ક્ષેત્રના અગ્રણી પરોપકારીઓની યાદી બનાવવામાં આવી છે જેમણે પરોપકારી કારણો માટે મજબૂત વ્યક્તિગત પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ યાદી આ પ્રકારની યાદીની 16મી આવૃત્તિ છે.
- ગૌતમ અદાણી એ પોતાના જૂન 2022માં ગયેલ 60માં જન્મદિન પર 60,000 કરોડ સામાજિક કાર્યોમાં વાપરવાનો નિર્ણય કર્યો છે.
- અદાણી ફાઉન્ડેશન દ્વારા 1 બિલિયનથી વધુ રૂપિયા આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના કામમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે.
- અદાણી ફાઉન્ડેશનની સ્થાપના 1996માં કરવામાં આવી હતી.દર વર્ષે આ ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં લગભગ 3.7 મિલિયન લોકોને મદદ કરવામાં આવે છે.
- સ્વયં-નિર્મિત અબજોપતિ શિવ નાદર દ્વારા 11,600 કરોડનું દાન કરવામાં આવ્યું છે.
- તેઓ વર્ષ 1994માં સ્થાપેલા ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણ દ્વારા વ્યક્તિઓને સશક્તિકરણ કરીને સમાન, યોગ્યતા આધારિત સમાજ બનાવવાનો છે.
- HCL ટેક્નોલોજીસની સહ-સ્થાપના કરનાર નાદારે ફાઉન્ડેશન દ્વારા શાળાઓ અને યુનિવર્સિટીઓ જેવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં મદદ કરવામાં આવી છે, જે કલા અને સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપે છે.
- ટેક ટાયકૂન તરીકે જાણીતા અશોક સૂતા દ્વારા વૃદ્ધત્વ અને ન્યુરોલોજીકલ બિમારીઓના અભ્યાસ માટે એપ્રિલ 2021માં સ્થાપના કરેલ મેડિકલ રિસર્ચ ટ્રસ્ટને રૂ. 600 કરોડ આપવાનું વચન આપવાનો નિર્ણય લેવા આવ્યો છે.
- તેઓ દ્વારા રૂ 200 કરોડના ખર્ચે સાયન્ટિફિક નોલેજ ફોર એજિંગ અને ન્યુરોલોજીકલ એલમેન્ટ્સ-SKANની સ્થાપના કરવામાં આવી છે.
- મલેશિયન-ભારતીય બ્રહ્મલ વાસુદેવન, કુઆલાલંપુર સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ Creador ના સ્થાપક અને CEO અને તેમની વકીલ પત્ની શાંતિ કંડિયાહ, Creador ફાઉન્ડેશન દ્વારા મલેશિયા અને ભારતમાં સામાજિક કાર્ય કરે છે.
- આ વર્ષે મે મહિનામાં, તેઓએ પેરાક રાજ્યમાં યુનિવર્સિટી ટુંકુ અબ્દુલ રહેમાન (UTAR) કેમ્પર કેમ્પસમાં શિક્ષણ હોસ્પિટલ બનાવવામાં મદદ કરવા માટે 50 મિલિયન મલેશિયન રિંગિટનું દાન આપવાનું વચન આપેલ છે.