- તેઓના રાજીનામા બાદ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી છે.
- વિધાનસભા ચુંટણીઓના પરિણામ આવી ગયા હોવાથી સોમવારે બહુમત ધરાવતું દળ રાજ્યપાલ સમક્ષ પોતાની બહુમતી સાબિત કરી નવી સરકાર રચશે.
- ઉલ્લેખનીય છે કે હાલની 14મી ગુજરાત વિધાનસભાની મુદ્દત 17 ફેબ્રુઆરી, 2023ના રોજ પૂર્ણ થનાર હતી જેના 78 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે જેને પગલે હાલના 176 જેટલા ધારાસભ્યો (છ બેઠકો રાજીનામા તેમજ મૃત્યુંને લીધે ખાલી છે) ને 78 દિવસનો પગાર તેમજ ભથ્થા મળશે નહી.