- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા બંધારણના અનુચ્છેદ 77ની જોગવાઈ 3માં આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ઈ-સ્પોર્ટ્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો.
- રાષ્ટ્રપતિની સૂચના (23 ડિસેમ્બરે જારી) પછી, IT મંત્રાલય ઑનલાઇન ગેમિંગ સંબંધિત મુદ્દાઓ પર નોડલ એજન્સી હશે અને રમત મંત્રાલયે તેને તેના વિષયોમાં સામેલ કરવું પડશે.
- ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા પણ e-સ્પોર્ટ્સને પ્રોત્સાહન અપાય રહ્યું છે અને આ કવાયતના ભાગ રૂપ વર્ષે જૂન 2023માં સિંગાપોર ખાતે પ્રથમ "ઓલિમ્પિક એ સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવશે.
- અગાઉ જકાર્તા એશિયન ગેમ્સ 2018માં પ્રદર્શન રમત તરીકે ઈ-સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
- આગામી વર્ષે ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સની શરૂઆત થશે.
- ઈ-સ્પોર્ટ્સનો અર્થ 'ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ' છે. eSports માં ઇલેક્ટ્રોનિક રમતોનો સમાવેશ થાય છે. તેને "ડિજિટલ ગેમ" પણ કહી શકાય જેમાં એક રમત કે જેમાં મલ્ટિપ્લેયર ખેલાડીઓ એકસાથે રમી e-સ્પોર્ટની રચના કરી શકે.