"InterNations Expat City Ranking list 2022" પ્રકાશિત કરવામાં આવ્યું.

  • આ રેન્કિંગ વસાહતીઓ માટે  જીવનની ગુણવત્તા, જાહેર પરિવહન અને રમતગમતની તકો, પોષણક્ષમતા જેવા મુદ્દા આધારે આપવામાં આવે છે.   
  • આ લિસ્ટમાં 3 ખંડના જુદા જુદા 3 દેશના 3 શહેરો ટોપ 3માં રહ્યા છે જેમાં પ્રથમ સ્પેનનું વેલેન્સિયા, બીજુ UAEનું દુબઈ અને મેક્સિકોનું મેક્સિકો શહેર ત્રીજા સ્થાને રહ્યું.  
  • આ રેન્કિંગ 181 દેશો અને તેના પ્રદેશોમાં રહેતા 11,970 વિદેશીઓ પાસેથી માહિતી એકત્રિત કરી તૈયાર કરવામાં આવ્યો છે.
  • ટોચના 10 શહેરોમાં વેલેન્સિયા, સ્પેન, દુબઈ, યુએઈ, મેક્સિકો સિટી, મેક્સિકો, લિસ્બન, પોર્ટુગલ, મેડ્રિડ, સ્પેન, બેંગકોક, થાઇલેન્ડ, બેસલ, સ્વિટ્ઝર્લૅન્ડ, મેલબોર્ન, ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
  • બોટમ 10 શહેરોમાં રોમ-ઇટાલી, ટોક્યો-જાપાન, વાનકુવર-કેનેડા, મિલાન-ઇટાલી, હેમ્બર્ગ-જર્મની, હોંગકોંગ-ચીન, ઇસ્તંબુલ-તુર્કી, પેરિસ-ફ્રાન્સ, ફ્રેન્કફર્ટ-જર્મની, જોહાનિસબર્ગ-દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
  • એક્સપેટ સિટી રેન્કિંગ 2017થી ઇન્ટરનેશન્સ દ્વારા કરવામાં આવેલો પ્રવાસીઓના સર્વેક્ષણનો એક ભાગ છે. જે વસાહતીઓ માટે શ્રેષ્ઠ દેશોની વાર્ષિક રેન્કિંગ દર્શાવે છે.
InterNations Expat City Ranking list 2022

Post a Comment

Previous Post Next Post