મહારાષ્ટ્ર સરકારે કર્ણાટકના 865 ગામડાઓને પોતાના રાજ્યમાં સમાવતો ઠરાવ પસાર કર્યો!

  • આ ઠરાવ મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાયો છે જેમાં કર્ણાટકના એવા 865 ગામડાઓનો સમાવેશ છે જ્યાના લોકો મરાઠી ભાષા બોલે છે. 
  • આ વિવાદ બેલગામ, ઉત્તર કન્ન્ડ, બિડર અને ગુલબર્ગ જિલ્લા સાથે સંકળાયેલા 814 ગામોથી સંબંધિત છે. 
  • ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાએ પણ થોડા દિવસો પહેલા જ આ વિવાદ માટે રાજ્યના હિતોની રક્ષા માટેનો સંકલ્પ જાહેર કર્યો હતો. 
  • આ વિવાદ માટે વર્ષ 1966માં ઇન્દિરા ગાંધી સરકારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ મેહરચંદ મહાજનની અધ્યક્ષતામાં 'મહાજન પંચ'ની રચના કરી હતી. 
  • આ પંચ દ્વારા કર્ણાટકના 264 ગામોને મહારાષ્ટ્રમાં તબદીલ કરવા સલાહ અપાઇ હતી તેમજ બેલગામ અને મહારાષ્ટ્રના 247 ગામોને કર્ણાટકમાં રાખવા સૂચન કરાયું હતું.
  • પંચની આ સલાહ બાદ મહારાષ્ટ્ર સરકાર આ મુદ્દે સુપ્રીમમાં ગઇ હતી જે કેસ હાલ પડતર છે. 
  • વર્ષ 1956ના રાજ્ય પુનઃગઠન અધિનિયમ હેઠળ જ્યારે રાજ્યોની રચના થઇ ત્યારે આ મરાઠી ભાષી ગામો મૈસૂર રાજ્ય (હાલના કર્ણાટક)નો ભાગ બની ગયા હતા. 
  • ભારતના બંધારણની કલમ 263 રાજ્યોની સરહદો વચ્ચેના વિવાદો માટે રાષ્ટ્રપતિને આંતરરાજ્ય પરિષદની રચના કરવા માટે સત્તા આપે છે.
Maha Assembly passes resolution to ‘legally pursue

Post a Comment

Previous Post Next Post