- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા અને સલાહકાર તરીકે પૂર્વ સચિવ પદ્મશ્રી એસ.એસ.રાઠૌરની નિમણૂક કરવામાં આવી.
- ડૉ. હસમુખ અઢિયા ગુજરાત કેડરના નિવૃત IAS અધિકારી છે. તેઓ કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.
- તેઓ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જાને લગતી નિતિ વિષયક બાબતોમાં સેવાઓ આપશે.
- પદ્મશ્રી ડૉ.સત્યનારાયણસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના નિવૃત અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવેલ છે.
- તેઓ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં નીતિલક્ષી બાબતોમાં ફરજ નિભાવશે.
- હસમુખ અઢિયા હાલ બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સલર, અને પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી(પીડીઈયુ) તથા ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI)ના વાઇસ ચેરમેન છે તેમજ IIM બેંગલુરૂના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. જ્યારે ડૉ.સત્યનારાયણસિંહ રાઠૌર વર્લ્ડ ફેડરેશન ઑફ એન્જિનિયરિંગ ઑર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે અને જુલાઇ 2019થી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. ના મેનેજિંગ ડિરેક્ટર પદે છે.
- બંને અધિકારીઓની મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી નિમણુક કરવામાં આવી છે.
- અગાઉ 23 ડિસેમ્બરે કે.કૈલાસનાથને મુખ્યમંત્રીના સલાહકાર તરીકે એક વર્ષ સુધી નિયુક્તિ આપવામાં આવી છે.