- દરિયાઈ જીવોની નવી પ્રજાતિની શોધ માટે દેશ-વિદેશના સંશોધકો દ્વારા ચાલી રહી છે જેમાં 5 સંશોધકની ટીમ દ્વારા 126 વર્ષ પૂર્વે લીધેલા નમૂના ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, કલકતા ખાતે રાખેલ હતા જેના પર સંશોધન કરતા આ દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ મળી આવી છે.
- દેશમાં હાલ દરિયાઈ કરચલાની કુલ 910 પ્રજાતિ છે.
- આ સંશોધનની ટીમમાં હેમચંદ્રાચાર્ય યુનિ.ના જીવવિજ્ઞાનના પ્રો.ડૉ.જીજ્ઞેશ ત્રિવેદી, ઝુલાજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડૉ.શાન્તનું મિત્રા, નેશનલ યુનિ.ઓફ સિંગાપુરના ડૉ. પીટર અંગ અને ડૉ. નગન કી અંગ તેમજ યુનિવર્સિટી ઓફ તેહરાન ઇરાનના ડૉ. રેઝા નાડરેલુનો સમાવેશ થાય છે.
- આ નવી જાતિનું નામ કરચલાની પ્રજાતિ લ્યુકોસીડી પર સંશોધન કરી રહેલા ઇઝરાયેલના વૈજ્ઞાનિક "બેલા ગલિલ"ના નામ પરથી "બેલાયરા પરસિકમ" આપવામાં આવ્યું.
- ઉપરાંત પ્રો.ત્રિવેદીની ટીમ દ્વારા છેલ્લા 2 વર્ષમાં છાપગેરસ અને આલ્કોલાયરા નામની બીજી બે નવી પ્રજાતિની શોધ કરાઈ છે.