- ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અગાઉના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ.સોઢીને આ પદ પરથી દૂર કરી જયેન મહેતાની કાર્યકારી નિમણુક કરવામાં આવી.
- 40 વર્ષ પહેલાં આર.એસ.સોઢી ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડકેશનમાં સેલ્સ ઓફિસર તરીકે જોડાયા હતા. જૂન 2010માં તેમને મેનેજિંગ ડિરેકટર તરીકે નિયુકત કરાયા હતા. સતત 10 વર્ષ કાર્યભાર સંભાળ્યા બાદ છેલ્લાં 2 વર્ષથી તેમને એકસટેન્શન અપાયું હતું.
- ઉલ્લેખનીય છે કે આર.એસ.સોઢીના કાર્યકાળ દરમિયાન તેમના વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ ઉપરાંત આવક કરતાં વધુ મિલકત ધરાવતા હોવાના આક્ષેપ થયાના પગલે અમૂલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.