- એક કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાની અધ્યક્ષતા હેઠળની બેન્ચ દ્વારા સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ બાબતે જણાવાયું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ પર કોઇ જ નિયંત્રણ નથી તેમજ તેમા સમાચારોને કોમવાદી રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા આ ટિપ્પણી દિલ્હીના તબલિગી જમાતના કાર્યક્રમને કોમવાદી સ્વરુપ અપાયો હોવાના કેસની સુનવણી દરમિયાન કરવામાં આવી હતી.
