CMIE દ્વારા બેરોજગારી બાબતનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • બેરોજગારીના આંકડાઓ પર નજર રાખતી સંસ્થા Center for Monitoring Indian Economy (CMIE) દ્વારા રાષ્ટ્રીય બેરોજગારી બાબતનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ ઑગષ્ટ માસમાં દેશની બેરોજગારી 1.37% થી વધીને 8.32% સુધી પહોંચી છે. 
  • જુલાઇ મહિનામાં આ આંકડો 6.95% હતો. 
  • આ રિપોર્ટ મુજબ શહેરોમાં બેરોજગારીનો દર 1.5% વધીને 9.78% થયો છે જ્યારે ગ્રામીણ બેરોજગારીનો દર 1.3% વધીને 7.64% થયો છે. 
  • દેશમાં કામકાજ કરતા લોકોની સંખ્યા જુલાઇમાં 39.77 કરોડ હતી જે ઑગષ્ટમાં ઘટીને 39.33 કરોડ થઇ છે. 
  • આ રિપોર્ટ મુજબ સૌથી વધુ બેરોજગારી રાજસ્થાનમાં 26.7% છે ત્યાર બાદ ક્રમાનુસાર ઝારખડ 16.0, બિહાર 13.6, દિલ્હી 11.6, ઉત્તર પ્રદેશ 7.0, ઉત્તરાખંડ 6.2, મધ્યપ્રદેશ 3.5 તેમજ ગુજરાત 1.6 નો સમાવેશ થાય છે. 
  • આ રિપોર્ટ મુજબ સિક્કિમમાં બેરોજગારીનો દર શૂન્ય નોંધાયો છે!
CMIE Unemployment Report


Post a Comment

Previous Post Next Post