ઉતરાખંડ NEP લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

  • સૌ પ્રથમ પ્રાથમિક શિક્ષણમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 (NEP) શરૂ કરવામાં આવી છે.
  • મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ ચિલ્ડ્રન ગાર્ડનનું ઉદ્ઘાટન કરીને રાજ્યમાં નવી શિક્ષણ નીતિની ઔપચારિક શરૂઆત કરી.
  • ભારતની કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020), 29 જુલાઈ 2020 ના રોજ મંજૂર કરવામાં આવી હતી. 
  • તે ભારતની નવી શિક્ષણ પ્રણાલીના વિઝનની રૂપરેખા દર્શાવે છે.  
  • નવી નીતિ દ્વારા 1986ની નીતિને બદલવામાં આવી. 
  • આ નીતિ દ્વારા પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ તેમજ ગ્રામીણ અને શહેરી બંને ભારતમાં વ્યાવસાયિક તાલીમ માટે એક વ્યાપક માળખું બનાવવામાં આવશે.  
  • આ નીતિનો હેતુ 2040 સુધીમાં ભારતની શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવાનો છે.
  • આ નીતિ અંતર્ગત માનવ સંસાધન વ્યવસ્થાપન મંત્રાલય શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાય છે.
  • નવી શિક્ષણ નીતિ હેઠળ એનસીસીને પ્રોત્સાહિત કરવાની જોગવાઈ છે.  
  • જેને ધ્યાનમાં રાખીને યુજીસી અને એનઆઈસીટી દ્વારા યુનિવર્સિટીઓમાં એનસીસીને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Uttarakhand became the first state in the country to implement NEP.

Post a Comment

Previous Post Next Post