- ગુજરાતમાં કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ (KAPP) ખાતે ભારતના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત 700 મેગાવોટ પરમાણુ પાવર રિએક્ટર દ્વારા 30 જૂન, 2023થી વ્યાપારી કામગીરી શરૂ કરવામાં આવી.
- હાલમાં, યુનિટ તેની કુલ શક્તિના 90 ટકા પર કાર્યરત છે.
- ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) દ્વારા કાકરાપાર ખાતે બે 700 મેગાવોટના પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR)નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં બે 220 મેગાવોટ પાવર પ્લાન્ટ છે.
- NPCIL દ્વારા સમગ્ર દેશમાં સોળ 700 MW PHWR બનાવવાની યોજના બનાવવામાં આવી છે.
- KAPP સિવાય રાજસ્થાનમાં રાવતભાટા (RAPS 7 અને 8) અને હરિયાણામાં ગોરખપુર (GHAVP 1 અને 2) ખાતે 700 મેગાવોટના પરમાણુ પાવર પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે.
- ઉપરાંત હરિયાણાના ગોરખપુર, મધ્ય પ્રદેશમાં ચુટકા, રાજસ્થાનમાં માહી બાંસવાડા અને કર્ણાટકમાં કૈગા - સરકારે ફ્લીટ મોડમાં 10 સ્વદેશી રીતે વિકસિત PHWR ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.