- સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે સરકારના વ્યાપક અભિયાનનો એક ભાગ છે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ટેક-હોમ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
- આ સિવાય ન્યુઝીલેન્ડ સરકારે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે અન્ય પહેલો અમલમાં મૂકી છે જેમાં ઑક્ટોબરમાં, તેણે ઘેટાં અને ઢોર જેવા ખેતરના પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત ગ્રીનહાઉસ વાયુઓ પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
- ઉપરાંત ખેડૂતોને 2025 સુધીમાં કૃષિ ઉત્સર્જન માટે અમુક સ્વરૂપે ચૂકવણી કરવાની યોજના વિશ્વમાં પ્રથમ વાર ન્યૂઝીલેન્ડ દ્વારા અમલમાં મુકવામાં આવી હતી.