ગુજરાત સહિત દેશના તટીય વિસ્તારમાં 4 ક્રૂઝ સર્કિટ બનાવવામાં આવશે.

  • આ ક્રૂઝ સર્કિટનો મોડેલ કોચીન પોર્ટ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે.
  • આ સર્કિટ 7500 કિમીના દરિયા કિનારાના 9 રાજ્ય અને 2 દ્વીપમાંથી પસાર થશે.
  • આ ચારેય સર્કિટની થીમ અલગ અલગ હશે અને 500 થી 1000 કિમી લાંબી હશે. દરેકમાં 4 થી 6 સ્ટેશન રાખવામાં આવશે.
  • પ્રવાસન મંત્રાલય દ્વારા દેશને ક્રુઝ હબ બનાવવા માટે 'National Strategy of Cruise Tourism'નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
  • કોચીન પોર્ટ ટ્રસ્ટ દ્વારા G20 પર્યટન સંબંધિત દેશોમાં ચાર ક્રુઝ સર્કિટ માટે બ્લુપ્રિન્ટ સબમિટ કરવામાં આવ્યા છે.
  • આ ચાર નવી ક્રૂઝ લાઇન કોસ્ટા, MSC, નોર્વેજીયન અને રોયલ કેરેબિયન ક્રૂઝ ઓક્ટોબર-નવેમ્બરથી દેશમાં શરૂ થશે.
  • ચારેય સર્કિટની અલગ અલગ થીમ હશે. પ્રથમ સર્કિટ ગુજરાતમાં ઓખાથી વેરાવળ સુધી બનાવવામાં આવશે જેની થીમ 'પિલગ્રિમેજ ટુરીઝમ' હશે અને જેમાં દ્વારકા, પોરબંદર, સોમનાથ, વેરાવળ અને દીવનો સમાવેશ થશે.
  • બીજી સર્કિટ મુંબઈથી લઈને સિંધુદુર્ગ, ગોવા, કન્નુર, કોઝિકોડથી લઈને કેરળના બેકવોટર સુધી રહેશે જેની થીમ 'સાંસ્કૃતિક પ્રવાસન' હશે. 
  • ત્રીજી કોઝિકોડથી કોચીન અને તિરુવનંતપુરમ સુધી ચાલશે જેની થીમ 'વેલનેસ ટુરીઝમ' હશે.
  • ચોથું કોચીનથી રામેશ્વરમ, મલપ્પુરમ, નેલ્લોર અને કાકીનાડા સુધી ચાલશે જેની થીમ 'હેરિટેજ ટુરીઝમ' રહેશે અને તેને સ્વદેશ દર્શન યોજના હેઠળ વિકસાવવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે દેશના દરિયાકિનારા પર 12 મોટા અને 200 નાના બંદરો, 400 નદીઓ અને 1300 ટાપુઓને જોડતા 20 હજાર કિલોમીટરથી વધુ લાંબા 110 જળમાર્ગો પણ છે અને  હાલમાં 4 લાખ લોકો જળમાર્ગનો ઉપયોગ કરે છે.
Coastal circuit plan


Post a Comment

Previous Post Next Post