- મેવાતી ઘરાણાના પંડિત મણિરામજી પાસેથી રાગ-રાગિણીઓ અને ખ્યાલ અંગની વ્યકિતગત પ્રેરણા-માર્ગદર્શન તથા પોરબંદરના વૈષ્ણ્વાચાર્ય ગો. શ્રી દ્વાર્કેશલાલજી મહારાજ પાસેથી હોર્મોનિયમ-વાદનમાં ઠુમરી અંગની નજાકત વિશે પ્રેરણા મળી હતી.
- શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત કલાકારો પંડિત મણિરામજી, પંડિત જસરાજ, પંડિત રવિશંકર, ઉસ્તાદ અલ્લારખાં તેમજ ફિલ્મી સંગીતકાર નૌશાદ, મદન મોહન, વસંત દેસાઈ, જયદેવ, પંડિત શિવરામ, ક્લ્યાણજી શાહ વગેરે સાથે તેઓએ કામ કરેલ છે.
- તેઓને 1988માં, ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયાં હતાં.
- તેઓને 1958માં કલકત્તા ખાતે ચાંદીના પત્ર પર આલેખાયેલા ખિતાબ "મેજિશિયન ઑફ પિયાનો"થી સન્માનિત થયા હતા.
- ભારતના પ્રસિદ્ધ સંગીતકાર રાઇચંદ બોરલે તેઓને Fastest Melodious Pianist of Asia તરીકે નવાજ્યા હતા.
- તેઓએ કમ્પોઝ કરેલા ગીતો આશા ભોંસલે, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમ, સુરેશ વાડેકર સહિતના પ્રસિદ્ધ ગાયક અને ગાયિકાઓએ ગાયા છે.
- પિયાનો પર ભારતના રાગો વગાડતો તેમનો Raagas on the Piano નામનો આલ્બમ પણ લોન્ચ થયો હતો.