- તેઓનો જન્મ 7 સપ્ટેમ્બર, 1933માં થયો હતો.
- તેઓ પહેલા વકીલ બન્યા, પછી સામાજિક કાર્યકર બન્યા.
- 1968માં તેઓ અમદાવાદમાં ટેક્સટાઈલ લેબર યુનિયનના મહિલા વિભાગના વડા બન્યા.
- સ્વરોજગાર કરતી ગરીબ મહિલાઓની વેદના જોઈને તેમણે 1972માં 'સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન (SEVA)' ની સ્થાપના કરી હતી.
- સ્થાપનાના ત્રણ વર્ષમાં 'સેવા' સભ્યોની સંખ્યા વધીને 7,000 થઈ ગયા બાદ સરકારે તેને ટ્રેડ યુનિયન તરીકે રજીસ્ટર કરાવ્યું.
- તેઓ 1986 થી 1989 સુધી રાજ્યસભાના નામાંકિત સભ્ય તરીકે રહ્યા હતા.
- તેઓ 1989 થી 1991 દરમિયાન આયોજન પંચના સભ્ય પણ હતા.
- તેઓ દક્ષિણ આફ્રિકાના દિવંગત રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા દ્વારા સ્થાપિત વૈશ્વિક નેતાઓના જૂથ 'ધ એલ્ડર્સ'ના પણ સભ્ય હતા.
- વર્ષ 2010 માં તેઓને 'નિવાનો' શાંતિ પુરસ્કાર અને પ્રથમ 'ગ્લોબલ ફેરનેસ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.