પ્રખ્યાત શૈક્ષણિક અને સામાજિક કાર્યકર અવધશ કૌશલનું 87 વર્ષની વયે નિધન.

  • તેઓને 1986માં ભારત સરકાર દ્વારા ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • તેઓએ 1980ના દાયકામાં મસૂરીમાં ક્યારક્કુલી ખાતે ચૂનાના પત્થરોની ખોદકામ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • તેઓ દ્વારા સ્થપાયેલ દેહરાદૂન સ્થિત રૂરલ લિટિગેશન એન્ડ એન્ટાઇટલમેન્ટ કેન્દ્ર (RLEK) દ્વારા લડવામાં આવેલ ચૂનાના પત્થરનો ખોદકામનો કેસ બાબત સર્વોચ્ચ અદાલત દ્વારા સુનવણી કરવામાં આવેલ અને તે સબબ  પર્યાવરણીય સંરક્ષણને લગતો પ્રથમ કેસ હતો.
  • 1983માં તેમણે વન ગુર્જરોના અધિકારો માટે પણ લડત ચલાવી હતી.
  • તેઓ દેહરાદૂનના આદિવાસી પટ્ટા એવા જૌનસર-બાવર પ્રદેશમાં આદિવાસી પહાડી સમુદાયોના જીવનને સુધારવાના તેમના કાર્યો માટે જાણીતા છે.  
  • તેઓનું ભારતના બોન્ડેડ લેબર સિસ્ટમ (નાબૂદી) અધિનિયમ 1976, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અને 1988 ના નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના અમલમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
Padma Shri awardee noted social worker Avdhash Kaushal died at 87

Post a Comment

Previous Post Next Post