- આ સાથે ભારત વાહન પરીક્ષણ માટે વિશેષ બળતણનું ઉત્પાદન કરતા દેશોમાં સામેલ થયું.
- આ ‘Reference Gasoline & Diesel Fuel’ તેમની પાસે ઉચ્ચ વિશિષ્ટતાઓના કારણે નિયમિત અને પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલ કરતાં અલગ છે.
- આ ઈંધણ International Centre for Automotive Technology (ICAT) અને Automotive Research Association of India દ્વારા વાહનોના માપાંકન અને પરીક્ષણ માટે ઉપયોગમાં લેવા માટે માન્યતા પ્રાપ્ત છે.
- ઓડિશામાં આઇઓસીની પારાદીપ રિફાઇનરી દ્વારા 'Reference' ગ્રેડ પેટ્રોલનું ઉત્પાદન કરશે, જ્યારે હરિયાણામાં તેનું પાણીપત યુનિટ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા ડીઝલનું ઉત્પાદન કરવામાં આવશે.
- ‘Reference Gasoline & Diesel Fuel’ અને નિયમિત અથવા પ્રીમિયમ ઇંધણ વચ્ચેનો પ્રાથમિક તફાવત ઓક્ટેન નંબરમાં રહેલો છે જેમાં નિયમિત ઇંધણમાં સામાન્ય રીતે ઓક્ટેન નંબર 87 હોય છે, જ્યારે પ્રીમિયમ ઇંધણમાં ઓક્ટેન નંબર 91 હોય છે. Reference Grade ઇંધણનો ઓક્ટેન નંબર 97 છે.
- ઓક્ટેન નંબર એ પેટ્રોલ અથવા ડીઝલની કમ્બશન ગુણવત્તા માપવા માટે વપરાતો એકમ છે.
- ‘રેફરન્સ ગેસોલિન અને ડીઝલ ઈંધણ’માં સિટેન નંબર, ફ્લેશ પોઇન્ટ, સ્નિગ્ધતા, સલ્ફર અને પાણીનું પ્રમાણ, હાઇડ્રોજન શુદ્ધતા અને એસિડ નંબર જેવા પરિબળોનો સમાવેશ થાય છે.
- આ ઇંધણનો ઉપયોગ મુખ્યત્વે સ્પાર્ક ઇગ્નીશન એન્જિનોથી સજ્જ વાહનોમાં ઉત્સર્જન પરીક્ષણ માટે થાય છે.
- આયાતી ‘Reference Gasoline & Diesel Fuel’ની કિંમત પ્રતિ લિટર રૂ. 800-850ની વચ્ચે હોય છે, ત્યારે તેનું સ્થાનિક ઉત્પાદનમાં પ્રતિ લિટર રૂ. 450 જેટલો ખર્ચ ઘટાડો થશે.