- દિલ્હી સરકાર 'Jai Bhim Mukhyamantri Pratibha Vikas Yojana' હેઠળ મફત કોચિંગ માટે SC/ST/OBC/EWS કેટેગરીના પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
- આ પહેલનો ઉદ્દેશ્ય વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ માટે કોચિંગ આપવાનો છે.
- દિલ્હીના રહેવાસીઓમાં SC/ST/OBC/EWS કેટેગરીના જે વાર્ષિક કુટુંબ આવક મર્યાદા રૂ. 8 લાખ હોય તેવા વિદ્યાર્થીઓ પાસે યોજનાની નિયત મર્યાદાને આધીન Non-empanel કોચિંગ સંસ્થાઓમાં જોડાવા અને ફી ભરપાઈ મેળવવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે દિલ્હીની શાળાઓમાંથી 10મું અને 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
- સરકાર દ્વારા યોજના હેઠળ જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ EWS પ્રમાણપત્રના આધારે નિર્ધારિત કોચિંગ ફી સંસ્થાને ચૂકવવામાં આવશે અથવા વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવશે.
- ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન સીધા તેમના બેંક ખાતામાં દર મહિને રૂ.2500નું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.