અંગકોર વાટ વિશ્વની 8મી અજાયબી બની.

  • કંબોડિયાના મધ્યમાં સ્થિત અંગકોર વાટે તાજેતરમાં ઇટાલીના પોમ્પેઇને પાછળ છોડીને વિશ્વની 8મી અજાયબીનું પ્રતિષ્ઠિત બિરુદ મેળવ્યુ. 
  • તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક માળખું અને સાંસ્કૃતિક મહત્વનું સ્થળ છે. 
  • અંગકોર વાટ એક વિશાળ મંદિર સંકુલ છે જે લગભગ 500 એકરમાં ફેલાયેલું છે અને વિશ્વના સૌથી મોટા ધાર્મિક સ્મારક તરીકે સ્થાન પામેલ છે. 
  • તેણે મૂળ રીતે 12મી સદીમાં રાજા સૂર્યવર્મન II દ્વારા બાંધવામાં આવ્યું હતું, આ મંદિર હિન્દુ દેવતા વિષ્ણુને સમર્પિત હતું ત્યારબાદ તે એક મુખ્ય બૌદ્ધ મંદિરમાં પરિવર્તિત થયું.
  • આ સ્થળ તેની આઠ-શસ્ત્રધારી વિષ્ણુની પ્રતિમા માટે જાણીતું છે.
  • મંદિરની દિવાલો પરની જટિલ કોતરણી હિંદુ અને બૌદ્ધ પૌરાણિક કથાઓના દ્રશ્યો છે.
  • કેન્દ્રીય મંદિર સંકુલમાં મેરુ પર્વતનું પ્રતિનિધિત્વ કરતા કમળના આકારના પાંચ ટાવર છે, જે હિન્દુ અને બૌદ્ધ બ્રહ્માંડશાસ્ત્રમાં દેવતાઓનું પૌરાણિક નિવાસસ્થાન છે. 
  • સૂર્યવર્મન II, જેને પરમવિષ્ણુલોક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ખ્મેર સામ્રાજ્યના રાજા હતા જેમણે 1113 થી 1150 એડી સુધી શાસન કર્યું હતું. તેઓ અંગકોર વાટ મંદિર સંકુલના નિર્માણ માટે જાણીતા છે, જે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે.
Angkor Wat became the 8th wonder of the world.

Post a Comment

Previous Post Next Post