ચીનના પૂર્વ પ્રીમિયર Li Keqiang નું 68 વર્ષની વયે નિધન.

  • તેઓએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી માર્ચ, 2023માં તેમની કારકિર્દી પૂર્ણ કરી હતી.
  • તેઓ State Council of the People's Republic of China ના નેતા હતા જેને સામાન્ય રીતે ચાઇનીઝ પ્રીમિયર તરીકે ઓળખવામાં આવે છે જે દેશના સરકારના વડાનું પદ ધરાવે છે અને રાજ્ય પરિષદનું નેતૃત્વ પણ કરે છે.
  • આ પદ ચીનના રાજકીય પદાનુક્રમમાં બીજા ક્રમની સર્વોચ્ચ સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. જે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી/ચીનના પ્રમુખથી નીચેનું સ્થાન ધરાવે છે અને કેન્દ્ર સરકારની સિવિલ સર્વિસમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.
  • ચીનમાં પ્રીમિયરનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે.
  • તેઓએ વર્ષ 1982માં પેકિંગ Communist Youth League of China at the university (CYLC) સેક્રેટરીની ભૂમિકા સંભાળી હતી. 
  • વર્ષ 1983માં સચિવાલયના સભ્ય બન્યા બાદ ત્તેઓ રાષ્ટ્રીય CYLC નેતૃત્વના સર્વોચ્ચ પદો પર પહોંચ્યા. 
  • તેઓ CYLC નેતૃત્વમાંથી આગળ વધનાર પ્રથમ પેઢીના અગ્રણી પ્રતિનિધિ તરીકે ઓળખાય છે.
  • તેઓએ ઓક્ટોબર 2022 માં CCP સેન્ટ્રલ કમિટીના સભ્ય તરીકે રાજીનામું આપ્યું અને 11 માર્ચ, 2023 ના રોજ ચીનના પ્રીમિયર તરીકેનો તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
Former Chinese Premier Li Keqiang passed away at the age of 68.

Post a Comment

Previous Post Next Post