- 64 વર્ષીય ઈસ્કંદર પાંચ વર્ષ માટે 31 જાન્યુઆરીએ રાજગાદી સંભાળશે. તેઓ પહાંગ રાજ્યના શાસક સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહનું સ્થાન લેશે.
- અહેમદ શાહ જાન્યુઆરી 2019 થી રાજા તરીકેના પદ પર છે.
- મલેશિયાના નવ રાજ્યોના શાસકો પાંચ વર્ષ સુધી અનુક્રમ દ્વારા દેશના રાજાનું પદ સંભાળે છે.
- ઉલ્લેખનીય છે કે વિશ્વમાં આ પ્રકારની આ એકમાત્ર સિસ્ટમ છે જે વર્ષ 1957માં બ્રિટનથી આઝાદી મળી ત્યારથી આ સિસ્ટમ દેશમાં અમલમાં છે.
- મલેશિયામાં રાજાની ભૂમિકા સામાન્ય રીતે ઔપચારિક હોય છે કારણ કે વહીવટી સત્તા વડા પ્રધાન અને સંસદ પાસે રહે છે પરંતુ રાજાને વ્યાપકપણે ઇસ્લામ અને મલય પરંપરાના રક્ષક તરીકે ગણવામાં આવે છે.