- ઉપગ્રહોની આવી રીતે દેખાતી હારમાળાને "સ્ટારલિંક સેટેલાઇટ" કહેવાય છે.
- સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર છે, જે 45 દેશોને સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ કવરેજ પ્રદાન કરે છે.
- સ્ટારલિંક વર્ષ 2023 પછી વૈશ્વિક મોબાઇલ ફોન સેવાનું લક્ષ્ય પણ ધરાવે છે.
- SpaceX દ્વારા વર્ષ 2019માં સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું હતું.
- આ ઉપગ્રહોની હારમાળા જે તે પ્રદેશમાંથી પસાર થાય ત્યારે ચમકતી ટ્રેન ચાલતી હોય તેવું દ્રશ્ય બને છે.
- તા.1 થી 3 જાન્યુઆરી, 2023 સુધી નૈઋત્ય(દક્ષિણ-પશ્ચિમ) થી ઈશાન(દક્ષિણ-પૂર્વ)માં આ નજારો જોવા મળશે.
- પૃથ્વીની ભ્રમણકક્ષામાં અત્યારસુધી 3500થી વધુ સ્ટારલિંક ઉપગ્રહો છોડવામાં આવ્યા છે જે નિશ્ચિત સમયે નિશ્ચિત ગતિથી ચોક્કસ પથરેખા ઉપર અંતર કાપતા હોય અને સમયાંતરે જે તે પ્રદેશમાં દેખાતા હોય છે.
- એલન મસ્કની કંપની SpaceX દ્વારા તાજેતરમાં આવા 54 સેટેલાઇટ છોડવામાં આવ્યા છે.