- મોરારજી દેસાઈની સરકારમાં 1977 થી 1979 સુધી મંત્રાલયમાં ભારતના કાયદા મંત્રી તરીકે સેવા આપી હતી.
- શાંતિ ભૂષણ કોંગ્રેસ અને બાદમાં જનતા પાર્ટીના સભ્ય હતા. રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા. તેઓ 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 1986માં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.
- તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં એક પ્રખ્યાત રાજનારાયણ કેસ માટે જાણીતા છે જેમાં વર્ષ 1971ની ચૂંટણીમાં રાયબરેલી સીટથી જીતીને વડાપ્રધાન બનેલા ઇન્દિરા ગાંધીને ગેરરીતિથી ચૂંટણી લડવા બદલ પદેથી દુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં શાંતિ ભૂષણ રાજનારાયણ તરફી કેસ લડયા હતા અને જીત્યા હતા.
- શાંતિ ભૂષણ તેમના પુત્ર પ્રશાંત ભૂષણ સાથે 2012માં આમ આદમી પાર્ટી (આપ)ના સંસ્થાપક સભ્યોમાંના એક હતા. બાદમાં તેઓએ તેમાંથી પણ રાજીનામું આપ્યું હતું.
- તેઓએ વર્ષ 1980માં તેમણે એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશનની સ્થાપના કરી હતી, જેણે સુપ્રીમ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પીઆઈએલ દાખલ કરી છે.