- અગાઉ પાકિસ્તાનનો મોહમ્મદ શહેઝાદે 22 વર્ષ અને 127 દિવસની ઉંમરે આ ઉપલબ્ધિ મેળવી હતી. ભારતના ગિલે આ સિદ્ધિ 23 વર્ષ અને 146 દિવસમાં મેળવી.
- ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો ભારતનો પાંચમો અને દુનિયાનો 21મો બેટર બન્યો અગાઉ સુરેશ રૈના, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
- ઉપરાંત T20 ફોર્મેટમાં ભારત તરફથી સૌથી યુવા વયે સદી ફટકારનાર પ્લેયર પણ બન્યો જેમાં તેણે સુરેશ રૈનાનો રેકોર્ડ તોડ્યો.
- ન્યુઝીલેન્ડ સામેની T20 મેચમાં 126 રન બનાવતાંની સાથે જ મેન્સ વિમેન્સ બનેમાં થઈને 14મો સદીવીર બન્યો કારણ કે વુમન્સ ક્રિકેટમાંથી હરમનપ્રિત કૌરે પણ સદી કરી છે.
- 126 રન ની સાથે T 20માં વિરાટ કોહલીના સૌથી વધુ 122 રનનો રેકોર્ડ તોડ્યો હતો.