ભારતના વધુ 5 વેટલેન્ડને રામસર સાઇટ્સમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી.

  • તેમાંથી બે વેટલેન્ડ તમિલનાડુમાં અને ત્રણ કર્ણાટકમાં છે.  
  • આ સાથે દેશના 80 વેટલેન્ડને રામસર સાઇટનો દરજ્જો મળ્યો.
  • આ દરજ્જો ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે 2 ફેબ્રુઆરી, 1971ના રોજ હસ્તાક્ષર કરાયેલ આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ આપવામાં આવ્યો છે.
  • આ કારણે દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે. 
  • 5 નવા વેટલેન્ડ્સમાં અંકસમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ, અઘનાશિની એસ્ટ્યુરી અને કર્ણાટકમાં સ્થિત મગડી કેરે કન્ઝર્વેશન રિઝર્વનો સમાવેશ થાય છે. 
  • કરાઇવેટ્ટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ તમિલનાડુમાં છે.
  • તમિલનાડુ રામસર સાઇટ્સમાં 16 વેટલેન્ડ્સ સાથે યાદીમાં ટોચ, ઉત્તર પ્રદેશ 10 વેટલેન્ડ સાથે બીજા ક્રમે છે. 
  • 2014 પહેલા દેશના માત્ર 26 વેટલેન્ડનો તેમાં સમાવેશ થતો હતો.હવે જે વધીને 80 થયેલ છે.
  • છેલ્લા ત્રણ વર્ષમાં 38 વેટલેન્ડને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે.
Five more Indian wetlands added to Ramsar list

Post a Comment

Previous Post Next Post