- લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની શરૂઆત 6 એપ્રિલ 2022ના રોજ કરવામાં આવી હતી જેમાં પહેલો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો.
- લતા મંગેશકરે અત્યાર સુધીમાં 20 ભાષાઓમાં 11 હજારથી વધુ ગીતો ગાયા છે.
- પંકજ ઉધાસ અને આશા ભોંસલેને સંગીતની દુનિયામાં તેમના યોગદાન બદલ જ્યારે વિદ્યા બાલન તેમજ અભિનેતા અને દિગ્દર્શક પ્રશાંત ઓકને સિનેમાની દુનિયામાં તેમના યોગદાન બદલ વિશેષ એવોર્ડ આપવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે આશા ભોંસલેનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવા માટે નોંધાયેલું છે.