બાંગ્લાદેશના પ્રખ્યાત લિબરેશન વોર સેનાની અને સુપ્રસિદ્ધ જાહેર આરોગ્ય કાર્યકર્તા ડૉ. ઝફરુલ્લા ચૌધરીનું 81 વર્ષની વયે નિધન.

  • તેઓ વેસ્ક્યુલર સર્જન અને જાહેર આરોગ્યના અગ્રણી હતા.  
  • તેમણે વંચિત લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા માટે વર્ષ 1972માં ગોનોષસ્થાય કેન્દ્રની સ્થાપના કરી હતી. 
  • આ કેન્દ્ર સાત હોસ્પિટલો અને 50 પેટા-કેન્દ્રોના નેટવર્કમાં વિસ્તાર પામી હાલમાં બાંગ્લાદેશના લોકોને સસ્તું આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરે છે.
  • તેનું ઢાકા કેન્દ્ર દેશનું સૌથી મોટું ડાયાલિસિસ સેન્ટર ચલાવે છે.  
  • તેઓને વર્ષ 1985માં કોમ્યુનિટી લીડરશીપ કેટેગરીમાં રેમન મેગ્સેસે એવોર્ડ અને વર્ષ 1992માં જાહેર આરોગ્ય ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે "રાઈટ લાઇવલીહુડ પ્રાઈઝ" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ગરીબોને આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાના તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે, તેઓ 'ગરીબ લોકોના ડૉક્ટર' તરીકે જાણીતા હતા.
  • તેઓ એક પીઢ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓએ વર્ષ 1971માં, તેમણે બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધમાં જોડાવા માટે યુકેમાં તેમનો તબીબી અભ્યાસ છોડી દીધો હતો.
  • બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ દરમિયાન યુદ્ધમાં ઘાયલ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શરણાર્થીઓની સારવાર માટે તેમણે ત્રિપુરામાં મેલાઘર પાસે એક મોટી ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી હતી.
  • વર્ષ 1977 માં, તેમને બાંગ્લાદેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સ્વતંત્રતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
Bangladeshi Freedom fighter, public health pioneer Dr Zafrullah Chowdhury passes away

Post a Comment

Previous Post Next Post