- ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણ (ZSI) ના સંશોધકો દ્વારા મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં એક ગુફાની અંદર દેડકાની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી.
- આ બીજી વખત છે જ્યારે દેશમાં ગુફાની અંદરથી દેડકાની નવી પ્રજાતિ મળી આવી હોય આ અગાઉ વર્ષ 2014માં તમિલનાડુમાં 'માઈક્રોક્સિલસ સ્પેલંકા' નામની દેડકાની એક પ્રજાતિ મળી આવી હતી.
- સિજુ ગુફામાં તેની શોધને કારણે ટીમે આ પ્રજાતિનું નામ 'અમોલોપ્સ સિજુ' રાખ્યું છે.
- સિજુ ગુફામાં મોટાભાગે અપૃષ્ઠવંશી પ્રાણીઓ અને જંતુઓ જેવા કે કરોળિયા, અળસિયા વસે છે.
- આ સિવાય ZSIની ટીમ દ્વારા અરુણાચલ પ્રદેશમાં દેડકાની અન્ય ત્રણ નવી પ્રજાતિઓ (અમોલોપ્સ) પણ શોધી કાઢી છે જેમાં એમોલોપ્સ ચાણક્ય, એમોલોપ્સ ટેરાઓર્ચિસ અને એમોલોપ્સ તવાંગનો સમાવેશ થાય છે.