સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI)ને 'મિનિરત્ન કેટેગરી-1' નો સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ (CPSE) નો દરજ્જો આપવામાં આવ્યો.

  • ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી.
  • વર્ષ 2011 માં સ્થાપિત થયેલ, SECI એ ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયની પ્રાથમિક અમલીકરણ એજન્સી છે, જે ભારત સરકારની નવીનીકરણીય ઉર્જા યોજનાઓ/પ્રોજેક્ટો માટેની ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે કામ કરે છે.  
  • SECI પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) તરીકે તેના પોતાના રોકાણો તેમજ અન્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓ માટે પ્રોજેક્ટ સ્થાપવામાં પણ સક્રિય છે.
  • ઉપરાંત SECI ICRA દ્વારા AAA નું સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ પણ ધરાવે છે.
Solar Energy Corporation of India gets 'Miniratna Category-I' status

Post a Comment

Previous Post Next Post