કેરલ સરકાર દ્વારા ડોકટરની હત્યા માટે 7 વર્ષ કેદની સજાના નિર્ણયનો વટહુકમ બહાર પાડવામાં આવ્યો.

  • આ નિર્ણય તાજેતરમાં કેરલના કોટ્ટારક્કારાની હોસ્પિટલમાં 23 વર્ષીય ડોકટર વંદના દાસની થયેલ હત્યા બાદ લેવામાં આવ્યો.
  • આ વટહુકમમાં આવા કિસ્સામાં હવેથી ઓછામાં ઓછી 1 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષ સખત જેલ અને ઓછામાં ઓછો 1 લાખ અને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધી દંડ ફટકારવાની જોગવાઇ કરવામાં આવી છે.
  • આ વટહુકમમાં આ પ્રકારના કેસની તપાસ PI કક્ષાથી ઊંચી રેન્ક ધરાવતા અધિકારી દ્વારા કરવાની તથા તપાસ FIR થયાના 60 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઉપરાંત આવા કેસ માટે ખાસ અદાલત યોજવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
erala government approves ordinance amending Hospital Protection Act

Post a Comment

Previous Post Next Post