સુપ્રીમ કોર્ટ દ્વારા જલ્લીકટ્ટુ, બળદ ગાડા દોડ, કંબાલા રમતોને મંજૂરી આપવામાં આવી.

  • સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રની સરકારોને જલ્લીકટ્ટુ, કમ્બાલા અને બળદગાડાની રેસને મંજૂરી આપતો ચુકાદો આપ્યો.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા તમિલનાડુ એમેન્ડમેન્ટ એક્ટ, મહારાષ્ટ્ર એક્ટ, કર્ણાટક એક્ટ દ્વારા જલ્લીકટ્ટુ, બળદગાડા રેસના કાયદા માન્ય રાખવામાં આવ્યા અને રાજ્યોને આ કાયદા હેઠળ પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા 8 ડિસેમ્બર, 2022ના રોજ કોર્ટ દ્વારા એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઈન્ડિયા વિરુદ્ધ યુનિયન ઑફ ઈન્ડિયા અને અન્ય W.P. (C) નંબર 23/2016 અને સંબંધિત બાબતોમાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો.
  • ઉલ્લેખનીય છે કે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ એ. નાગરાજા અને અન્યના નામે આ રમતો વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.
  • તમિલનાડુમાં સાંઢને અંકુશમાં રાખવાની રમત "જલ્લીકટ્ટુ", મહારાષ્ટ્રમાં બળદગાડા દોડ "બેલગાડી દોડ" અને કર્ણાટકમાં ભેેંસોની દોડ "કમ્બાલા" તરીકે ઓળખાય છે.
Supreme Court upholds laws allowing Jallikattu, Kambala

Post a Comment

Previous Post Next Post