- પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મૃત્યુના મુદ્દે આ મહિલાઓના પત્રકારત્વે દેશવ્યાપી વિરોધને વેગ આપ્યો હતો.
- આ એવોર્ડ પ્રેસની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે.
- આ મહિલા પત્રકરોમાંથી નિલુફર હમેદી અગ્રણી સુધારાવાદી અખબાર "શાર્ગ" માટે પત્રકારત્વ કરે છે. મહસા અમીનીના મૃત્યુના સમાચાર ફાઈલ કરનાર તે પ્રથમ હતા. ત્યારથી, નીલુફરને રાજધાની તેહરાનની કુખ્યાત એવિન જેલમાં એકાંત કેદમાં રાખવામાં આવી છે, એટલે કે, તે સપ્ટેમ્બર 2022 થી જેલમાં છે.
- ઉલ્લેખનીય છે કે પોલીસે મહેસા અમીનીની 'યોગ્ય રીતે હિજાબ ન પહેરવાના' આરોપમાં ધરપકડ કરી હતી અને તેની ધરપકડના ત્રણ દિવસ બાદ 16 સપ્ટેમ્બરે મહેસા અમીનનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.
- ઇલાહે મોહમ્મદી સુધારાવાદી અખબાર હેમ-મિહાન માટે સામાજિક મુદ્દાઓ અને લિંગ સમાનતા પર લેખો લખે છે. તેણે મહસા અમીનીના અંતિમ સંસ્કારની જાણ કરી હતી અને તેના કારણે તેને પણ સપ્ટેમ્બર 2022થી એવિન જેલમાં રાખવામાં આવી છે.
- નિલોફર હમીદી અને ઈલાહે મોહમ્મદી બંનેને કેનેડિયન પત્રકારોની સંસ્થા CJFE દ્વારા 2023નો ઈન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ અને 2023નો લેવિસ એમ. લ્યોન્સ એવોર્ડ ફોર કોન્સાઈન્સ એન્ડ ઈન્ટીગ્રિટી ઇન જર્નાલિઝમ. જર્નાલિઝમ) એનાયત કરવામાં આવ્યો છે.
- આ બંને એવોર્ડ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે.
- આ સિવાય ટાઈમ મેગેઝીનની વર્ષ 2023ની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં તેઓ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
