IMD દ્વારા વિશ્વ સ્પર્ધાત્મકતા રેન્કિંગ (World Competitiveness Index) પ્રકાશિત કરવામાં આવ્યો.

  • જેમાં ભારત 40માં સ્થાને રહ્યું અગાઉ 2022માં ભારત 37માં સ્થાને હતું.
  • ભારત વર્ષ 2022માં આર્થિક પ્રગતિમાં 28માં નંબર પર હતું અને આ વખતે તેનું રેન્કિંગ 33 છે જ્યારે સરકારની કાર્યક્ષમતાના સંદર્ભમાં ભારતનું 2023નું રેન્કિંગ 44 છે, જે ગયા વર્ષે 45 હતું. 
  • ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ભારતનું રેન્કિંગ ગયા વર્ષે 49ની સરખામણીએ આ વર્ષે ઘટીને 52 પર આવ્યું છે.
  • આ યાદીમાં સિંગાપોર ચોથા ક્રમે રહ્યું.વર્ષ 2022માં સિંગાપોર ત્રીજા સ્થાને હતું. વર્ષ 2019 અને 2020માં સિંગાપોર આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતું.
  • આ વર્ષની રેન્કિંગમાં પ્રથમ ત્રણ સ્થાને ડેનમાર્ક, આયર્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ રહ્યા.  
  • નેધરલેન્ડ્સ પાંચમા, તાઇવાન છઠ્ઠા, હોંગકોંગ સાતમા, સ્વીડન આઠમા અને યુનાઇટેડ સ્ટેટ્સ નવમા અને સંયુક્ત આરબ અમીરાત 10મા ક્રમે છે.
  • IMDએ સ્વિસ ફાઉન્ડેશન છે, જે સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત છે.  વર્લ્ડ કોમ્પિટિટિવનેસ યરબુક સૌ પ્રથમ IMD દ્વારા 1989માં પ્રકાશિત કરવામાં આવી હતી.  
  • આ રિપોર્ટ કોઈપણ દેશની આર્થિક પ્રગતિ, સરકારની અસરકારકતા, બિઝનેસ કાર્યક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા માપદંડોને આધારે તૈયાર કરવામાં આવે છે.
World Competitiveness Ranking 2023

Post a Comment

Previous Post Next Post