- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદથી આ યોજના અમલમાં મૂકવામાં આવી.
- સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ખેડા શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રયોગિક પ્રારંભ કરવામાં આવ્યો.
- આ અનોખી યોજનાને ખેડા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું.
- આ યોજનાનો હેતુ કોઈ પણ અકસ્માત કે મૃત્યુના કિસ્સામાં શ્રમિકો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે.
- આ યોજના હેઠળ શ્રમિકોને તબિબી સુરક્ષા કવચ રૂ. 289 અને રૂ. 499ના પ્રિમિયમ દ્વારા શ્રમિકોના આકસ્મિક મૃત્યુ, આંશિક અથવા વિકલાંગતાના કિસ્સામાં વઘુમાં વધુ રૂ. 10 લાખ સુધીની સહાય આપવામાં આવશે.