- અરુણાચલ પ્રદેશના ભારતીય નાગરિકોને ચીને સ્ટેપલ્ડ વિઝા આપવાના કારણે બંને પાડોશી દેશો વચ્ચે વિવાદ અને રાજદ્વારી તણાવ પેદા થયો છે.
- 'સ્ટેપલ્ડ વિઝા' માં પાસપોર્ટ પર સીધો સ્ટેમ્પ લગાવવાને બદલે વિઝા સાથે એક અલગ કાગળ જોડવાનો સમાવેશ થાય છે.
- પાસપોર્ટ પર સીધા વિઝાની ના મુદ્રા લગાવવી એ આ પ્રદેશ વિવાદિત હોવાનું સૂચવે છે. આથી ચીન દ્વારા સ્ટેપલ્ડ વિઝાનો ઉપયોગ અરુણાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરને ભારતના અભિન્ન અંગો તરીકે માન્યતા આપવાનો વિરોધ દર્શાવે છે.
- સ્ટેપલ્ડ વિઝા મેળવતા ત્રણ ભારતીય વુશુ ખેલાડીઓને આ વિઝા ચેંગડુમાં સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે આપવામાં આવ્યા હતા આ બનાવના પગલે ભારત સરકારે તેની વુશુ ટુકડીને પાછી બોલાવી છે.
- આ ઉપરાંત ચીન દ્વારા સ્ટેપલ્ડ વિઝાથી ચીનમાં પ્રવાસ કરતા ભારતીય એથ્લેટ્સ કે અન્ય નાગરિકોના તેમના વતન પરત ફર્યા પછી, સ્ટેપલ્ડ વિઝા પરના પ્રવેશ અને બહાર નીકળવાના પાસ ફાડી નાખવામાં આવે છે, અને તેમની મુસાફરીનો કોઈ સત્તાવાર રેકોર્ડ રહેતો નથી આથી રેકોર્ડકીપિંગનો આ અભાવ ભવિષ્યમાં એથ્લેટ્સ માટે સંભવિત ગૂંચવણો અને મુશ્કેલીઓ તરફ દોરી શકે છે.
- અગાઉ ચીન દ્વારા વર્ષ 2000 ના દાયકાના મધ્યમાં અરુણાચલ પ્રદેશના રહેવાસીઓ માટે અને વા4હસ 2009થી જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ માટે આ વિઝા ઇસ્યુ કર્યા હતા.