- જેમાં મધ્યપ્રદેશ 785 વાઘ સાથે પ્રથમ સ્થાન પર છે. આ રીતે મધ્યપ્રદેશનો 'ટાઈગર સ્ટેટ' નો દરજ્જો જળવાઈ રહ્યો છે.
- આ યાદીમાં કર્ણાટક 563 વાઘ સાથે બીજા સ્થાને, ઉત્તરાખંડમાં 560 સાથે ત્રીજા અને મહારાષ્ટ્રમાં 444 વાઘ સાથે ચોથા સ્થાને છે.
- વર્ષ 2006માં 300 વાઘ સાથે મધ્યપ્રદેશ સૌથી વધુ વાઘ ધરાવતું રાજ્ય બન્યું હતુ ત્યારબાદ 2010માં તે ઘટીને 257 થઈ ગયો અને પછી કર્ણાટકને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો હતો.
- વર્ષ 2018માં 526 વાઘ સાથે મધ્યપ્રદેશ ફરી સૌથી વધુ વાઘ સાથે ટાઈગર સ્ટેટ બન્યું હતું જે આ જ સુધી યથાવત છે.
- ભારતમાં 2022ની વાઘની વસ્તી ગણતરીમાં કુલ 3682 વાઘની સંખ્યા છે.