- Indian Institute of Science (IISc) અને જાપાનની Niigata University ના વૈજ્ઞાનિકોએ હિમાલયમાંથી ખડકોમાં જડેલા પાણીના ટીપાં શોધ્યા.
- આ પાણીના ટીપાં પ્રાચીન સમુદ્રમાંથી આવ્યા હોવાનું માનવામાં આવે છે જે લગભગ 600 મિલિયન વર્ષો પહેલા અસ્તિત્વમાં હતું.
- ખનિજોની અંદર જોવા મળતા પાણીના ટીપાંમાં દરિયાઈ અને તાજા પાણી બંને પ્રકારના હોય છે જે લાખો વર્ષો પહેલા થયેલી જટિલ ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓની શ્રેણીનું ચેઈન રીએકશન દર્શાવે છે.
- વૈજ્ઞાનિક માન્યતા અનુસાર લગભગ 700 થી 500 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી 'ધ્રુવીય હિમયુગ / સ્નોબોલ / હિમનદી'ના યુગ દરમિયાન અસ્તિત્વમાં આવી હતી.