હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં સિંગાપોર પ્રથમ સ્થાને રહ્યું.

  • સિંગાપોર દ્વારા 227 વૈશ્વિક પ્રવાસ સ્થળોમાંથી 192 વિઝા-મુક્ત ઍક્સેસ આપવામાં આવે છે.
  • જર્મની, ઇટાલી અને સ્પેન ત્રણ યુરોપિયન દેશો 190 સ્કોર સાથે બીજા સ્થાને અને ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, લક્ઝમબર્ગ, સ્વીડન 189ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે.
  • પાંચ વર્ષમાં પ્રથમ વખત જાપાન 189 સ્કોર સાથે ટોચના સ્થાનેથી ત્રીજા સ્થાને રહ્યું.
  • આ યાદીમાં ભારત 57ના સ્કોર સાથે 80માં સ્થાને રહ્યું. ભારતીય પાસપોર્ટ ધારકો 57 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ કરી શકે છે.
  • આ રિપોર્ટ મુજબ શક્તિશાળી પાસપોર્ટમાં 188ના સ્કોર સાથે ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ, યુકે ચોથા સ્થાને, 187ના સ્કોર સાથે બેલ્જિયમ, ચેક રિપબ્લિક, માલ્ટા, ન્યુઝીલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, સ્વિત્ઝર્લેન્ડ પાંચમા સ્થાને, 186ના સ્કોર સાથે ઓસ્ટ્રેલિયા, હંગેરી, પોલેન્ડ છઠ્ઠા સ્થાને, 185 સ્કોર સાથે કેનેડા, ગ્રીસ સાતમા સ્થાને, 184 સ્કોર સાથે લિથુઆનિયા, યુએસ આઠમા સ્થાને, 183 સ્કોર સાથે લાતવિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા નવમા સ્થાને અને 182 સ્કોર સાથે એસ્ટોનિયા, આઇસલેન્ડ દસમા સ્થાને છે.
  • આ રિપોર્ટમાં સૌથી નબળો પાસપોર્ટ ધરાવતા દેશોમાં 27 ના સ્કોર સાથે અફઘાનિસ્તાન 103માં સ્થાને, 29 સ્કોર સાથે ઈરાક 102માં સ્થાને અને 30ના સ્કોર સાથે સીરિયા 101માં સ્થાને આવેલ છે.
  • આ રિપોર્ટમાં 33 સ્કોર સાથે પાકિસ્તાન 100, 40 સ્કોર સાથે બાંગ્લાદેશ 96 અને 41 સ્કોર સાથે શ્રીલંકા અને  લિબિયા 96માં સ્થાને છે.
  • International Air Transport Association (IATA)ના વિશિષ્ટ અને સત્તાવાર ડેટા પર આધારિત 'Henley Passport Index' ની શરૂઆત હેનલી એન્ડ પાર્ટનર્સનાં ચેરમેન ડૉ ક્રિશ્ચિયન એચ કેલિન દ્વારા લગભગ 20 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.
Singapore Passport Tops Henley Passport Index 2023 as World’s Most Powerful

Post a Comment

Previous Post Next Post