- આ દરજ્જા સાથે UAE આ અઠવાડિયે વાનકુવર, કેનેડામાં યોજાનારી મની લોન્ડરિંગ પર એશિયા/પેસિફિક ગ્રૂપ (APG)ની ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ-શૈલીની પ્રાદેશિક સંસ્થા (FSRB) પ્લેનરી મીટિંગમાં નિરીક્ષક તરીકે ભાગ લેશે.
- UAE એ પ્રથમ આરબ દેશ છે જેને APGમાં નિરીક્ષકનો દરજ્જો આપવામાં આવ્યો હોય.
- FSRB ઇવેન્ટ્સમાં નિરીક્ષકનો દરજ્જો એવા દેશોને આપવામાં આવે છે જે નાણાકીય ગુના સામે લડવા માટે સક્રિય અને સહકારી અભિગમ દર્શાવે છે.
- એશિયા/પેસિફિક ગ્રૂપ ઓન મની લોન્ડરિંગ વૈશ્વિક સ્તરે સૌથી મોટું FSRB છે અને ક્રોસ-બોર્ડર સહકાર અને માહિતીના વિનિમય માટે મંચ પૂરું પાડે છે.
- FATF આધારિત પ્રાદેશિક સંસ્થાઓ છે જેને FSRBs તરીકે.ઓળખાય છે જેની રચના વર્ષ 1997માં કરવામાં આવી હતી જે 200 થી વધુ સભ્ય દેશોમાં તેની 40 ભલામણો-આધારિત વિશ્વવ્યાપી AML/CFT નીતિને અમલમાં મૂકવા માટે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ને મદદ કરે છે.
- FSRB મિટિંગમાં આ UAE જેવા નિરીક્ષક દેશો ઉપરાંત, મની લોન્ડરિંગ પર એશિયા/પેસિફિક જૂથની બેઠકમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, વિશ્વ બેંક, OECD, ડ્રગ્સ અને અપરાધ પર સંયુક્ત રાષ્ટ્રની કચેરી, સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એશિયન ડેવલપમેન્ટ બેંક, કોમનવેલ્થ સચિવાલય, ઇન્ટરપોલ અને એગમોન્ટ ગ્રુપ ઓફ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ્સ દ્વારા પણ હાજરી આપવામાં આવે છે.