- વૈવિધ્યસભર પોર્ટફોલિઓનો મહત્વનો ભાગ અને ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ(ATL)એ પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (IOD) તરફથી પર્યાવરણ સુઘડ સંચાલન માટે 'ગોલ્ડન પિકોક મેનેજમેન્ટ એવોર્ડ (GPEMA)' જીત્યો.
- આ વર્ષે, પર્યાવરણ, આરોગ્ય અને સલામતી, ઉર્જા અને આબોહવા પરિવર્તન માટે આવેલ 520 થી વધુ અરજીઓનું મૂલ્યાંકન સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એમ.એનવેંકટચેલ્લાહના વડપણ હેઠળ અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને રાષ્ટ્રીય ભારતીય બંધારણ સુધારણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષની સમિતિ દ્વારા કરવામાં આવ્યું.