વર્ષ 2021 અને 2022ના જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત મુજબ આસામી સાહિત્યકાર નીલમણિ ફૂકનને વર્ષ 2021 માટે તેમજ કોંકણી સાહિત્યકાર દામોદર મૌઉજોને વર્ષ 2022 માટેનો અનુક્રમે 56મો અને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર અપાશે. 
  • નીલમણિ ફૂકને 13 પુસ્તકો લખ્યા છે તેમજ અગાઉ તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર, અસમ વૈલી એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થઇ ચૂક્યા છે. 
  • દામોદર મૌઉજોએ અત્યાર સુધીમાં છ કાવ્ય સંગ્રહ, ચાર ઉપન્યાસ અને બે આત્મકથાઓની રચના કરી છે. 
  • અત્યાર સુધીમાં કુલ ચાર ગુજરાતી સાહિત્યકારોને આ પુરસ્કાર અપાયો છે. 
  • વર્ષ 1967માં ત્રીજો જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જોશીને, વર્ષ 1985માં 21મો જ્ઞાનપીઠ પુરસ્કાર પન્નાલાલ પટેલને, વર્ષ 2001માં 37મો જ્ઞાનપીઠ પુરસ્કાર રાજેન્દ્ર શાહ તેમજ વર્ષ 2015માં 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. 
  • સૌપ્રથમ વર્ષ 1965માં પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર જી. શંકરા કુરુપને અપાયો હતો.
Jnanpith Award

Post a Comment

Previous Post Next Post