ગુજરાતમાં પણ 'મારી માટી, મારો દેશ' ઝુંબેશ હેઠળ આગામી તા. 9 થી 25મી ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્થાનિક કાર્યક્રમો અને માટીયાત્રાઓનું આયોજન કરવામાં આવશે.

  • ઉલ્લેખનીય છે કે 'મારી માટી, મારો દેશ' અભિયાન અંતર્ગત દેશભરમાં તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમ્યાન સ્થાનિક કાર્યક્રમો અને માટી યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા ૧૨માર્ચ, ૨૦૨૧થી 'આઝાદી કા અમૃતમહોત્સવ'નો શુભારંભ કરાવ્યો હતો. જે ઓગસ્ટ-૨૦૨૩માં પૂર્ણ થનાર છે. 
  • 'આઝાદી કા અમૃતમહોત્સવ'ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં 'મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન' અભિયાન હાથ ધરવામાં આવશે. 
  • માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને 'આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક' તેમજ 'અમૃતવાટિકા' નું નિર્માણ કરવામાં આવશે. 
  • સ્થાનિક કક્ષાએ પાંચ મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં ૧) 'શિલાફલકમનું સ્થાપન' જેમાં દેશના દરેક ગામ અને ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે જળાશયો ખાતે અને જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય, ત્યાં પંચાયત ઓફિસ, શાળા પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરવામાં આવશે. શહીદ વીરોના બલિદાનને સમર્પિત આ તકતીમાં સ્થાનિક વીરોના નામનો સમાવેશ કરવામાં આવશે. (2) અમૃતકાળના પંચ પ્રણ: જેમાં વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા, ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ, દેશની એકતા અને એકસૂત્રતા અને નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવનાનો સમાવેશ થાય છે.(3)વસુધા વંદન: જેમાં માભોમને વધુ હરિયાળી બનાવવા દેશની દરેક એટલેકે ૨.૫ લાખથી વધુ ગ્રામ પંચાયતમાં પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે. (4) વીરોને વંદન જેમ ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને આમંત્રિત કરીને વીરોનું સ્થાનિક પરંપરા અને રીવાજ અનુસાર સન્માન કરવામાં આવશે.(5) રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રીયગીત ગાન: ગ્રામપંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.
Meri Mati Mera Desh Campaign

Post a Comment

Previous Post Next Post