- આ અહેવાલ મુજબ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને રહ્યું.
- છેલ્લા 10 વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાત બાબતે ટોપ-10માં પણ નહોતુ પરંતુ 2022માં પ્રથમ સ્થાને રહ્યું.
- અહેવાલ મુજબ સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતે પાંચમું સ્થાન મેળવ્યું છે.
- રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં 86 લાખ વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. જેમાંથી 17.8 લાખ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ સાથે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70% સાથે સૌથી વધુ રહ્યો છે.
- ઉપરાંત 13 કરોડ સ્થાનિક પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા માટે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85% સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે.
- વર્ષ 2022માં 22 ટકા વિદેશી પ્રવાસીઓ અમેરિકાથી, 20 ટકા બાંગ્લાદેશથી, 10 ટકા યુકેથી આવ્યા અને અન્ય ટોપ 10 દેશમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, શ્રીલંકા, જર્મની, સિંગાપોર, મલેશિયાનો સમાવેશ થાય છે.