- પોતાના પ્રકારની પહેલી કોન્ફરન્સનું આયોજન 17 અને 18 ઓગસ્ટના રોજ ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવશે.
- આ કોન્ફરન્સમાં WHOના ડાયરેક્ટર-જનરલ અને પ્રાદેશિક નિર્દેશકો, G-20 સ્વાસ્થ્ય મંત્રીઓ અને છ WHO પ્રદેશોના દેશોના ઉચ્ચ સ્તરીય આમંત્રિતો દ્વારા ભાગ લેવામાં આવશે આ સિવાય વૈજ્ઞાનિકો, પરંપરાગત દવાના પ્રેક્ટિશનરો, આરોગ્ય કર્મચારીઓ અને નાગરિક સમાજના સભ્યો પણ તેમાં ભાગ લેશે.
- પરંપરાગત, પૂરક અને સંકલિત દવા પરની આ આંતરરાષ્ટ્રીય સમિટનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં આરોગ્ય અને સુખાકારીની દિશા સુનિશ્ચિત કરવાના ધ્યેય સાથે પરંપરાગત દવાના ક્ષેત્રમાં નવીનતમ વૈજ્ઞાનિક પ્રગતિઓ અને પુરાવા-આધારિત અને પરંપરાગત દવાઓની ઝાંખી પૂરી પાડવાનો છે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ગુજરાતના જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યા બાદ હવે ભારતમાં જ પ્રથમ વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવશે.
- વિશ્વની લગભગ 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે, જેમાં હર્બલ મિશ્રણ, એક્યુપંક્ચર, યોગ, આયુર્વેદિક દવા અને સ્વદેશી દવાનો સમાવેશ થાય છે.