કેનેડાની ડેનિયલ મેકગી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટર બનશે.

  • તે આવતા મહિને બાંગ્લાદેશમાં 2024 મહિલા T20 વર્લ્ડ કપ માટે પ્રાદેશિક ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
  • તેણીને ICCના ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ માટેના પાત્રતા નિયમોનું પાલન કર્યા બાદ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ માટે કેનેડાની મહિલા ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.  
  • મેકગી દ્વારા ત્રણ વર્ષ પહેલા 2020માં સામાજિક રીતે પુરુષમાંથી સ્ત્રીમાં લિંગ પરિવર્તન કરવામાં આવ્યું હતું.
  • ક્રિકેટની ગવર્નિંગ બોડી (ICC) એ 2021માં ખેલાડીઓની પાત્રતાના નિયમોમાં કરેલ ફેરફાર મુજબ કલમ 3માં, ટ્રાન્સજેન્ડર શબ્દ 'જેની લિંગ ઓળખ તેમને સોંપવામાં આવેલ જૈવિક જાતિથી અલગ હોય તેવી વ્યક્તિઓ' તરીકે વ્યાખ્યાયિત કરે છે.  
  • ICCના માપદંડો પ્રમાણે સ્ત્રીમાં રૂપાંતરિત થયેલા પુરુષ માટે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર મુખ્ય પરિમાણ છે અને ઓછામાં ઓછા 12 મહિનાના સમયગાળા માટે સતત 5 nmol/L (નેનોમોલ પ્રતિ લિટર) ની નીચે રહેવું જોઈએ.
Canada’s McGahey to become first transgender to play international cricket

Post a Comment

Previous Post Next Post