ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ઝારખંડ રાજ્યમાં ‘A-HELP’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.

  • આ પહેલ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD) હેઠળ DAHD (પશુપાલન અને ડેરી વિભાગ) અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) વચ્ચેના સમજૂતી પત્ર (MoU) દ્વારા શરૂ કરવામાં આવી.
  • ‘એ-હેલ્પ’ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય મહિલાઓને માન્યતા પ્રાપ્ત એજન્ટ તરીકે સામેલ કરીને તેઓનું સશક્તિકરણ કરવાનો છે જેઓ રોગ નિયંત્રણ, પશુ ટેગિંગ અને પશુધન વીમામાં નોંધપાત્ર યોગદાન આપશે.
  • પશુ મિત્રોઓ ગ્રામીણ પ્રદેશોમાં રહેતી મહિલાઓ છે જેઓ તેમના સ્થાનિક સમુદાયોમાં પશુધનને પશુ ચિકિત્સા સંભાળ, સંવર્ધન સહાય અને દવા આપવા માટે તાલીમ લે છે. તેમની પસંદગી તેમની મૂળભૂત સાક્ષરતા અને સંચાર ક્ષમતાઓના આધારે કરવામાં આવે છે. તેમની સેવાઓના બદલામાં, આ સખીઓ પશુધન માલિકો પાસેથી સામાન્ય ફી વસૂલ કરી શકે છે.
  • પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) એ બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડ સહિતના વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પહેલ 'A-HELP' હાથ ધરવામાં આવી છે.
  • લૉન્ચ ઇવેન્ટના ભાગરૂપે પશુધન ક્ષેત્રે મહિલાઓને સશક્તિકરણ માટે પશુ સખીઓને A-HELP કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Dept Of Animal Husbandry And Dairying Launched ‘A-HELP’ Programme In Jharkhand

Post a Comment

Previous Post Next Post