- ભારત 'the largest interest in international seaborne trade' ધરાવતા 10 દેશોની શ્રેણીમાં આવે છે.
- કાઉન્સિલનો દ્વિવાર્ષિક કાર્યકાળ 2024-25 માટે રહેશે.
- આ શ્રેણીમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, સ્પેન, સ્વીડન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નામ સામેલ છે.
- International Maritime Organisation (IMO) એ મેરીટાઇમ ઉદ્યોગનું નિયમન કરતી અગ્રણી ઓથોરિટી છે, જે વૈશ્વિક વેપાર, પરિવહન અને તમામ દરિયાઇ કામગીરીને સમર્થન આપે છે.
- કાઉન્સિલ એ ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO) ની સંસ્થા છે અને સંસ્થાના કામ પર દેખરેખ રાખવા માટે એસેમ્બલી હેઠળ જવાબદાર છે.