- જાહેરાત મુજબ આરોગ્ય સંભાળ અને શિક્ષણ માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા 1 લાખ રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
- ઉપરાંત.RBI દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રિપ્શન, ઈન્સ્યોરન્સ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને ક્રેડિટ કાર્ડની ચુકવણી મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો જેમાં તેની મર્યાદા 15 હજાર રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
- UPI એ ભારતમાં રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે સ્માર્ટફોન દ્વારા કોઈપણ બેંકથી અન્ય કોઈપણ બેંકમાં ત્વરિત વ્યવહારોને સક્ષમ બનાવે છે.
- નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા 11 એપ્રિલ 2016 ના રોજ UPI લોન્ચ કરવામાં આવ્યું હતું.
- RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી, જેનું મુખ્યાલય મુંબઈમાં આવેલું છે.